બીજી મા : સિનેમા, ચલ મન જીતવા જઈએ...

New Update
બીજી મા : સિનેમા, ચલ મન જીતવા જઈએ...

¥ એવી પહેલી ગુજરાતી ફિલ્મ જે સંવાદ (ડાયલોગ) પ્રાધાન્ય છે.

આ ફિલ્મના ૮ કલાકાર સાચા અર્થમાં ગર્વ લઈ શકીયે એવો એમનો અભિનય પાત્રવરણી : દેવ સંઘવી (ક્રિશ્ના ભારદ્વાજ), વસંત સંઘવી (ધર્મેન્દ્ર ગોહિલ), વિરેન સંઘવી (હિમેન ચૌહાણ), સૂર્યકાન્ત સંઘવી (રાજીવ મહેતા), નિરંજન સંઘવી (હર્ષ ખુરાના), ગુણી સંઘવી (અનુપમા મસાદ), દીપિકા સંઘવી (અનાહિતા જહાનબક્ષ), પલ્લવી સંઘવી (શીતલ પંડ્યા), રસીલા સંઘવી (રૂદ્રાક્ષી ગુપ્તા), અનન્યા કેતકી સંઘવી (જયશ્રી પારેખ), અભિષેક સંઘવી (કરણ ભાનુશાલી)

¥ સૌરભ શાહ અને “જય વસાવડા” આ ગુજરાતી ફિલ્મ વિશે ન લખશે તો માતૃભાષા ગુજરાતીનું અપમાન થશે. પદ્મશ્રી ડૉ. ગુણવંત શાહ આપને બે હાથ જોડીને વિનંતી આ ફિલ્મ મલ્ટીપ્લેક્ષમાં જ જોજો.

¥ સંયુક્ત પરિવારની બીજી, ત્રીજી પેઢી પરંપરાને જાળવી રાખવા તત્પર છે, એ આવી ફિલ્મો પૂરવાર કરે છે.

¥ એકએક ટ્રેનર્સ, પ્રશિક્ષકોએ આ ફિલ્મ જોવી જ પડે.

¥ કોર્પોરેટ વર્લ્ડમાં આ ફિલ્મ પોપ્યુલર બનશે જ.

¥ ગરીબ જોશે તો એને કંઈક કરી છૂટવાની તમન્ના વધશે.

¥ મધ્યમ વર્ગ જોશે તો એ ધનિક બનવા પ્રેરીત થશે.

¥ ધનિક જોશે તો કૌટુંબિક ભાવના બમણી બનશે.

¥ રોજબરોજ વર્તમાન પત્રોમાં વાંચીએ છીએ કે આટલા કરોડમાં આ પેઢી કે કંપની ઊઠી ગઈ, આવા કપરા સંજોગોમાં ઓક્સિજન પુરું પાડતી આ ફિલ્મના સંવાદ લેખકને સો સો સલામ.

¥ નાટકની ફિલ્મ કેવી રીતે બની શકે એ જોવી હોય તો આ ફિલ્મ જોવી.

¥ ગીત છે પણ ટાઈટલ પુરતું, વચ્ચે ક્યાંય નહિ ?

¥ “આઈ કેન વિન, નો યોર સ્ટ્રેન્થ (શક્તિ, ખૂબી), ટુગેધર વી કેન વીન” બધા જ સૂત્રોનો નિચોડ.

¥ સાચી વાત કહેતી વખતે કોમ્યુનિકેશન સ્કીલ ઓછી હશે તો ચાલશે, વાતમાં વજન હોવું જરૂરી છે.

¥ અત્યારે આપણી પાસે જે નિર્જીવ વસ્તુઓ છે, જે આપણને વારસામાં મળી છે અથવા પૈસા ખર્ચીને વસાવી છે તેના ગુલામ ના બનશો.

¥ કોઈના પૈસા ડૂબે, નાદારી જાહેર કરવી એના કરતા કરોડપતિ થી રોડપતિ બનશો તમારી ઈજ્જ્ત અકબંધ રહેશે.

¥ પૈસા ડૂબાડનારાની ઉંઘ હરામ થાય છે, રાચ રચીલુ રહે પણ મનની શાંતિ ગુમાવશો.

¥ તમારી જાત પરનો ભરોસો ગુમાવશો નહિ.

¥ તક મળે તો ચલ મન જીતવા જઈએ ! ફરીવાર જોવા જઈએ.

Latest Stories