/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/Parmanu.jpg)
દુનિયાને ખબર પડવી જોઈએ હમ કિસીસે કમ નહીં. એ.પી.જે અબ્દુલ કલામ અને એમની ટીમને સલામ ! રાત દિવસ પરસેવાનું પરર્ફયુમમાં રૂપાંતર કરતા આ વૈજ્ઞાનિકોની રૂપેરી પડદે કરામત જોઈને છાતી ગજ ગજ ફૂલે. દિગ્દર્શક, હિરો, કે સાથી કલાકારોએ આ કારનામા માટે ફિલ્મના અંતે પોખરણ અણુ ધડાકા માટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભાભા રિસર્ચ સેન્ટરના સૌ વૈજ્ઞાનિકોના સ્ટીલ ફોટોગ્રાફ્સ નામ સાથે મૂકીને તથા મિલિટરીના એ જાંબાઝ જવાનોને ક્રેડીટ આપી છે.
ફિલ્મ “પરમાણુ” જહોન અબ્રાહમ, ધૂમ પછી ફરી એકવાર ચમક્યો. છલોછલ દેશભક્તિના દર્શન એક્ટિંગમાં કરાવી ગયો. બોમન ઈરાની, દિર્ધદ્રષ્ટિ, રાજકરણની નસનસનો પારખુ, જવાબદારીની પાઠશાળા, વ્હાઈટ હાઉસ – શબ્દોનો પત્ર વ્યવહારમાં ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એ જાણવા આપે “પરમાણુ” જોવી જ પડે. ડાયના પેન્ટી અને અનુજા સાઠે ફિલ્મને આગળ ધપાવવામાં સક્ષમ. દિગ્દર્શક અભિષેક સલામ !
વીસમી સદીની વાત એકવીસમી સદીના ૧૮ માં વર્ષે કચકડે મઢીને રસપ્રદ રીતે રજૂ કરવી. બહાદૂરીનું કામ. ગણતરીપૂર્વકનું સાહસ. ૪૮ કરોડની ફિલ્મ + ૩૬ કરોડ પ્રોડક્શન કોસ્ટ + ૧૨ કરોડ માર્કેટિંગ ખર્ચ. ૧૮૦૦ સ્ક્રીનમાં રજૂ થાય અને મલ્ટીપ્લેક્ષમાં માત્રને માત્ર રૂ. ૧૩૦/- માં ફિલ્મ રસિકો અને દેશપ્રેમીઓ પોખરણ અણુ ધડાકાની ઈન સાઈટ સ્ટોરી જાણવા મળે એનાથી વિશેષ શું હોઈ શકે? જો જો જરૂર “પરમાણુ” ૫૬ ની છાતી સાથે બહાર આવશો. સિરીયલ મહાભારત પુન: સ્મરણ પર તાજી થશે.