ભગવાન બુદ્ધની જન્મ જયંતિ-બુદ્ધ પૂર્ણિમા

New Update
ભગવાન બુદ્ધની જન્મ જયંતિ-બુદ્ધ પૂર્ણિમા

આજે ભગવાન બુદ્ધની જન્મજયંતિ છે. જેને બુદ્ધ પૂર્ણિમા અથવા વેસક તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. જે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાય છે.

બૌદ્ધ ધર્મીઓ માટે આ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ હોય છે. બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી એશિયાના ઘણાં દેશો તેમજ કેટલાક અન્ય દેશોમાં પણ થાય છે. જેમાં કોમ્બોડિયા, જાપાન, ચીન, ઇન્ડોનેશિયા, કોરિયા, મલેશિયા, મ્યાનમાર, નેપાલ, ફિલિપાઇન્સ તેમજ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુએસ વગેરે જેવા દેશોનો સમાવેશ થાય છે. ભારતમાં સામાન્ય રીતે લોકો બૌદ્ધ વિહારની મુલાકાત લઇ, પ્રાર્થના કરી આ દિવસની ઉજવણી કરે છે.

budhdha 2

ભગવાન ગૌતમ બુદ્ધના જન્મ અને મૃત્યુ વિશે ચોક્કસ માહિતી મળતી નથી. પરંતુ કેટલાક ઇતિહાસકારોના મત મુજબ ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ ઇસુ ખ્રિસ્ત પહેલાં ઈ.સ.563થી 483ની વચ્ચે થયો હતો.અને મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે ભગવાન બુદ્ધ નો જન્મ નેપાલમાં આવેલા લુમ્બિનીમાં થયો હતો. માનવામાં આવે છે કે ભગવાન બુદ્ધને બોધગયામાં મોક્ષ પ્રાપ્ત થયો હતો.

ઇતિહાસકારોના જણાવ્યા મુજબ ગૌતમ બુદ્ધનો જન્મ રાજકુમાર તરીકે થયો હતો. તેમના જન્મ બાદ જ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ છોકરો મોટો થઇને મોટો સંત બનશે અથવા ચક્રવર્તી સમ્રાટ બનશે. ગૌતમ બુદ્ધના પિતા તેમને સમ્રાટ બનાવવા માંગતા હતા. તેથી તેમણે ગૌતમ બુદ્ધને મહેલની બહાર નિકળવા પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ 29 વર્ષની ઉંમરે ભગવાન બુદ્ધ પિતાની આજ્ઞાને અવગણી મહેલ બહાર નિકળ્યા અને સૌપ્રથમ બહારની દુનિયાની વાસ્તવિકતા તેમને સમજાઇ.

માનવામાં આવે છે કે મહેલની બહાર તેમણે એક બિમાર વ્યક્તિ, એક વૃદ્ધ વ્યક્તિ, એક મૃતદેહ અને સાધુ જોવા મળ્યા. ગૌતમ બુદ્ધે જોયું કે શરીર તો નાશવંત છે તેમાં રોગ પણ આવે છે અને બિમાર પણ થાય છે. તેથી તેમણે આધ્યાત્મિક રસ્તે જવાનું નક્કી કર્યું. સમગ્ર રાજપાટ અને વૈભવ-વિલાસ છોડી ભગવાન બુદ્ધ સાધુ બની ગયા.

ભગવાન ગૌતમ બુદ્ધે વિશ્વ ને શાંતિ,પ્રેમ અહિંસા નો સંદેશ આપ્યો હતો.

Latest Stories