ભરથાણા ટોલનાકેથી ૬૭ પાડા ભરેલી બે ટ્રકો પાસ કરાવનારની પોલીસે કરી ધરપકડ

ભરથાણા ટોલનાકેથી ૬૭ પાડા ભરેલી બે ટ્રકો પાસ કરાવનારની પોલીસે કરી ધરપકડ
New Update

ભરથાણા ટોલનાકા પાસેથી ૬૭ પાડા ભરેલી બે ટ્રકો પાસ કરાવનાર કથિત બે ફરાર ગૌ રક્ષક આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

ને.હાઇવે નંબર ૪૮ પર કરજણ તાલુકાના ભરથાણા ગામ નજીક આવેલા ગત તારીખ ત્રીજી એપ્રિલના રોજ ટોલનાકા પાસેથી ૬૭ પાડા ભરેલી બે ટ્રકો સાથે ચાર ઈસમોને ઝડપી પડાયા હતા.

વડોદરા પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના પ્રમુખ નેહાબેન પટેલ તથા તેઓના સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે બે ટ્રકોમાં ગેરકાયદેસર ૬૭ પાડા ભરીને ચાર શખ્સો સુરત તરફ જવાના હોય બાતમીના આધારે પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના નેહાબેન પટેલ તેઓના સ્ટાફના માણસો સાથે કરજણ તાલુકાના ભરથાણા ટોલનાકા પાસે વોચમાં હતા તે વેળાં બાતમી વાળી બે ટ્રકો નંબર જીજે - ૨૪ વી - ૬૫૯૯ તથા જીજે - ૦૮ - ૨૯૬૯ આવી હતી.

તે ટ્રકોને રોકી સઘન તલાશી લેતા બન્ને ટ્રકોમાં ગીચોગીચ નાના પાડા ભરેલા જોવામાં આવ્યા હતા. તપાસ કરતાં ટ્રકોમાં પાડાઓ માટે કોઈ જાતની પાણી કે ઘાસચારાની સુવિધા ન હતી અને તેઓ પાસે પાસ પરમીટ નહીં હોવાનું જણાતાં પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થાના નેહાબેન પટેલે કરજણ પોલીસને જાણ કરી હતી.

કરજણ પોલીસે ભરથાણા ટોલનાકા પરથી ઝડપાયેલી પાડા ભરેલી બંને ટ્રકોને પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી અને ઝડપાયેલા ઇસમોના નામ ઠામ પૂછતાં તેઓના નામ સંજયભાઇ પ્રહલાદભાઇ ઠાકોર રહે. દેણદ્રા તા. સિદ્ધપુર જિ. પાટણ, ઐયુબભાઈ અબ્બાસભાઇ મીર હાલ રહે વિસનગર તા. વિસનગર જિ. મહેસાણા મૂળ રહે દેણદ્રા તા. સિદ્ધપુર જિ. પાટણ, આરીફ રફીક સિંધી હાલ રહે. સિદ્ધપુર તા. સિદ્ધપુર જિ. પાટણ મૂળ રહે. છાપી તા. વડગામ જિ. બનાસકાંઠા,

એઝાઝ ઐયુબ કુરેશી હાલ રહે. સિધ્ધપુર તા. સિધ્ધપુર જિ. પાટણ મૂળ રહે. છાપી તા. વડગામ જિ. બનાસકાંઠા નાઓની ધરપકડ કરી હતી. તેમજ રફીકભાઇ રહે. સુરત જેઓના પિતાના નામની ખબર નથી, અક્ષર રહે. ઓસલામ તા. કરજણ જિ. વડોદરા જેઓના પિતાના નામની ખબર નથી તેમજ સંદીપ રહે. અટાલી તા. કરજણ જિ. વડોદરા જેઓના પિતાના નામો સામે આવતા પોલીસે ત્રણેય ઇસમોની શોધખોળ આદરતા અક્ષર પટેલ રહે.

ઓસલામ તા. કરજણ જિ. વડોદરા તેમજ સંદિપ ભટ્ટ રહે. અટાલી તા. કરજણ જિ. વડોદરા નાઓની પણ અટકાયત કરી તેઓ કરજણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કથિત ગૌ રક્ષકો જે ગેરકાયદેસર પશુ ભરેલા વાહનો પસાર કરાવતા હતા તેઓની ધરપકડના પગલે કરજણ પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

Here are a few more articles:
Read the Next Article