ભરુચ: ઉમલ્લા ખાતે બાળકો દ્વારા ગુજરાત વિધાનસભાનું "જીવંત વિધાનસભા" શેરી નાટક યોજાયું

New Update
ભરુચ: ઉમલ્લા ખાતે બાળકો દ્વારા ગુજરાત વિધાનસભાનું "જીવંત વિધાનસભા" શેરી નાટક યોજાયું

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ ખાતે શ્રી સરસ્વતી શિશુ વિદ્યામંદિરના બાળકો દ્વારા ગુજરાત વિધાનસભાનું "જીવંત વિધાનસભા" શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.publive-imageઉમલ્લા ગામે નવરાત્રી ચોકમાં શ્રી સરસ્વતી શિશુ વિહાર શાળાના ૪થી ૮ ધોરણના બાળકો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિના ભાગરૂપે ગુજરાત વિધાનસભાનું નાટકિકરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં મંત્રી અને ધારાસભ્યો દ્વારા જેવી રીતે પ્રશ્નોત્તરી કરવામાં આવે છે, તેવી જ રીતે મંત્રી અને ધારાસભ્ય બનેલ બાળકો દ્વારા આ શેરી નાટકમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ શેરી નાટકને નિહાળવા ઉમલ્લા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. શેરી નાટક દ્વારા લોકોને સ્વચ્છતા રાખવા પણ આગ્રહ કરવામાં આવ્યો હતો. શાળાની બાળાઓએ દેશભક્તિ ગીત દ્વારા મોટા થઈ ભારતની આન બાન અને શાન વધે તેવા કામ કરવાનો ભાવ રજૂ કર્યો હતો. આ પ્રસંગે શાળાના નિયામક અંજના પંડ્યા, આચાર્ય વૈશાલી ખેર અને શીતલ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો હતો.

Latest Stories