/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/xcxc.jpg)
ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ગણિત-વિજ્ઞાનનું ત્રિદિવસીય પ્રદર્શનનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભ વંદે માતરમ ગીતથી કરાયો હતો. ત્યાર બાદ શાળાની બાળાઓએ પ્રાર્થના રજુ કરી હતી. ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત ગીત રજુ કરી પુષ્પગુચ્છોથી સ્વાગત કરાયું હતું. શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત બાદ દિપ પ્રાગટ્યથી કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થયો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ પોતાના ઉદબોધનમાં પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા પર ખાસ ભાર મુક્યો હતો. ભારત દેશે વિજ્ઞાન ક્ષેત્રે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેને બિરાદવી સાંપ્રત પેઢીના બાળકો ગણિત અને વિજ્ઞાનમાં વધુને વધુ રુચિ ધરાવી દેશનું વિશ્વના નકશામાં નામ રોશન કરી દેશ પ્રગતિના સોપાનો સર કરે તે માટે ખાસ આહવાન કર્યુ હતું. ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભરૂચ જિલ્લાના ૯ તાલુકાની પાંચ વિભાગ દીઠ દરેક તાલુકામાંથી ૯-૯ જેટલી કૃતિઓ મળી કુલ ૪૫ કૃતિઓ રજૂ કરી બાળ વિજ્ઞાનીઓએ પોતાના કૌશલ્ય થકી મહાનુભાવોને આકર્ષિત કર્યા હતા. શાળાઓના છાત્રો દ્વારા રજુ કરાયેલી કૃતિઓને મહાનુભાવો નિહાળી તેમજ છાત્રોની વાકછટા સાંભળી મંત્રમુગ્ધ થયા હતા.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/IMG-20191004-WA0021.jpg)
ત્રિદિવસીય ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા પંચાયતના અધ્યક્ષા જશુ પઢિયાર, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, શિક્ષણ સમિતિના ચેરપર્સન સરલા વસાવા, કુરચણના સરપંચ કંચન વસાવા, ઉપ સરપંચ વલી પટેલ તેમજ મોટી સંખ્યામાં આમોદ તાલુકાના અગ્રણીઓ તેમજ કુરચણના ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.