/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/hgj.jpg)
ઝઘડીયા તાલુકાના રાજપોર ગામના ખેડૂતને જમીનના બદલામાં વળતર ચુકવવામાં અખાડા કરનારા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સામે કોર્ટે લાલ આંખ કરી છે. ઝઘડીયા કોર્ટના આદેશથી માર્ગ અને મકાન વિભાગની ભરૂચ ખાતે આવેલી કચેરીના સામાનની જપ્તી કરવામાં આવતા દોડધામ મચી હતી./connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/vlcsnap-5241-01-21-12h57m39s415.jpg)
પ્રાપ્ત વિગતો અનુસાર ઝઘડીયા તાલુકાના રાજપોર ગામના રતિલાલ ભગતની જમીન રોડ માટે સંપાદિત કરવામાં આવી હતી. જમીનના બદલામાં તેમને માર્ગ અને મકાન વિભાગ પાસેથી 3.81 લાખ રૂપિયા ઉપરાંતની રકમ લેવાની નીકળતી હતી. છેલ્લા 30 વર્ષથી માર્ગ અને મકાન વિભાગ રકમ ચુકવવામાં અખાડા કરતું હોવાથી તેમણે કોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. કોર્ટના આદેશથી શુક્રવારના રોજ ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં આવેલી માર્ગ અને મકાન વિભાગના સામાનની જપ્તી કાર્યવાહી શરૂ કરાઇ હતી. જેના પગલે અધિકારીઓમાં દોડધામ મચી હતી.