ભરૂચ : અંકલેશ્વરના એક બંધ મકાનમાંથી લાખોના દાગીનાની થઈ ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

New Update
ભરૂચ : અંકલેશ્વરના એક બંધ મકાનમાંથી લાખોના દાગીનાની થઈ ચોરી, પોલીસે તપાસ હાથ ધરી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં હવા મહેલ નજીક મરહબા એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા 3 લાખથી વધુના સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા શહેર પોલિસે તપાસ હાથ ધરી છે.

publive-image

મળતી

માહિતી અનુસાર, અંકલેશ્વર

શહેરના પિરામણ ગામ નજીક આવેલ હવા મહેલ સામે મરહબા એપાર્ટમેન્ટમાં જમશેદ આશ મહમદ

ચૌધરીનું મકાન આવેલું છે. તેઓના મકાનમાં તેમની દિકરી નઝમા પરિવાર સાથે રહે છે.

નઝમા ગત તા. ૧ ઓક્ટોબરના રોજ બાળકો સાથે મકાન બંધ કરી બહારગામ ગયા હતા તે દરમ્યાન

તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સોનાચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા

હતાં. જ્યારે નઝમા તા. ૩જીના રોજ ઘરે પરત આવતા તેઓને તેમના મકાનમાં ચોરી થઈ

હોવાનું જણાતા તાત્કાલિક શહેર પોલિસ મથકમાં જાણ કરી હતી. બનાવની જાણ પોલીસને થતા

પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રૂપિયા 3 લાખ 12 હજારની કિમત્ના સોનાચાંદીના ઘરેણાંની

ચોરી અંગે જમશેદ આશ મહમદ ચૌધરીએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પોલીસે

તસ્કરોનું પગેરુ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories