/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/11130336/maxresdefault-127.jpg)
અમેરિકામાં યોજાયેલી ધર્મસભામાં સ્વામી વિવેકાનંદે આપેલાં પ્રવચનની યાદમાં 11મી સપ્ટેમ્બરના રોજ ભાજપ તરફથી દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અવસરે અંકલેશ્વર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
અમેરીકા ખાતે યોજાયેલી ધર્મસભામાં ભારત તરફથી સ્વામી વિવેકાનંદે ભાગ લઇ મજબુતીથી ભારતનો પક્ષ રાખ્યો હતો અને તેમનું પ્રવચન વિશ્વભરમાં પ્રચલિત બન્યું હતું. સ્વામી વિવેકાનંદે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહોનું સુત્ર આપ્યું છે. આજે 11મી સપ્ટેમ્બરના રોજ ભાજપના યુવા મોરચા દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે અંકલેશ્વરના નોટીફાઇડ એરિયામાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા ખાતે પુષ્પાજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સુરેશ પટેલ, અંકલેશ્વર શહેર યુવા ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા, નોટીફાઇડ એરિયા યુવા ભાજપના પ્રમુખ તુષાર પટેલ, તાલુકા યુવા ભાજપ પ્રમુખ અનિલ વસાવા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.