ભરૂચ : અંકલેશ્વરમાંથી ચોરી થયેલ બાઈક સાથે બે યુવકોને વડોદરા પોલીસે ઝડપ્યા

New Update
ભરૂચ : અંકલેશ્વરમાંથી ચોરી થયેલ બાઈક સાથે બે યુવકોને વડોદરા પોલીસે ઝડપ્યા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ચોરી થયેલ બાઈક સાથે

બે યુવકોને વડોદરા એસઓજી પોલીસે કરજણ નજીકથી ઝડપી પાડી અંકલેશ્વર શહેર પોલીસને

હવાલે કર્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચ

જિલ્લાના અંકલેશ્વર તાલુકાના આંબોલી ગામે રહેતા અઝહરુદ્દીન શેખ ગત તા. 2જી મેંના રોજ પોતાની એવેન્જર બાઈક લઈને અંકલેશ્વરના શાક માર્કેટ ત્રણ

રસ્તા પાસે પોતાની ઓફિસ પર આવ્યા હતા. તેઓ બાઈક પાર્ક કરી ઓફિસમાં ગયા હતા તે

દરમ્યાન બાઈક ચોર તેમની એવેન્જર બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જે અંગે  તેઓએ શહેર પોલીસ મથકમાં બાઇક ચોરીની ફરિયાદ નોંધાવતા

પોલીસે 30 હજારની કિંમતની બાઈકની ચોરીની ફરિયાદના આધારે વધુ

તપાસ હાથ ધરી હતી.

વડોદરા એસઓજી પોલીસે બાતમીના આધારે કરજણ ખાતે

રહેતા કિશનગીરી અશોકગીરી અને રાકેશ પઢીયારને ચોરી થયેલ એવેન્જર બાઈક સાથે ઝડપી

અંકલેશ્વર શહેર પોલીસને હવાલે કર્યા હતા. હાલ, શહેર પોલીસે

બન્ને આરોપીનો બાઈક સાથે કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories