/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dsfdsf-1.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામે કેટલાક ઈસમો ગૌવંશની કતલ કરે છેની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે આછોદ થી મછાસરા ગામે જવાના રસ્તા ઉપર નવી નગરીમાં દરોડા પાડતા ગૌવંશની ખુલ્લેઆમ કતલ કરવામાં આવી હતી. જ્યા પોલીસે દરોડા પાડતા એક તબ્બકે નાશભાગ મચી ગઈ હતી.
દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી ચપ્પુ, છરા, કુહાડી, મોબાઈલ, ૧૧૦ કિલો ગૌવંશ નો માસ, બી.એમ.ડબ્લ્યુ. કાર, બે મોટર સાયકલ સહીત કુલ ૧૫ લાખ ૮૫ હજાર ૭૮૦ ના મુદ્દામાલ સાથે ૧૧ આરોપીઓમાં ઇક્બાલ ઉમર કરીમ પઠાણ. રહે, આછોદ નવી નગરી મસ્જીદ પાસે, તા. આમોદ,અસ્ફાક ઇક્બાલ ઉમર કરીમ પઠાણ રહે, આછોદ નવી નગરી મસ્જીદ પાસે, મોઇન ઇકબાલ ઉમર કરીમ પઠાણ રહે, આછોદ નવી નગરી મસ્જીદ પાસે,સોહીલ ઇકબાલ ઉમર કરીમ મઠાણ રહે, આછોદ નવી નગરી મસ્જીદ પાસે, સલીમ યુસુક્ મહંમદ વલી કોનારા રહે, આછોદ, નવી નગરી,યાસીન અબ્દુલ મહમદ ઇશે ક્ના ભગત રહે, આછોદ, નવી નગરી, મિન્હાજ ઇબ્રાહીમ અહમદ ભામાશેઠ રહે, આછોદ, ઇસ્માઇલ ઉર્ફે ઇશાલ એહમદ ચશમા રહે, સારોદ,તા. જંબુસર, મહેબૂબ મહમદ ભટ્ટી રહે, વાંટા ફ્ળીયુ, આમોદ,ઝકરિયા યાકુબ હશન સેવક રહે, સારોદ, તા. જંબુસર,હશન અબ્બાસ ઉમરજી પહાડી રહે, સારોદ, તા.જંબુસરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે ઇમરાન ઇકબાલ પઠાણ ફરાર થઇ જતા પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.