New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/23090543/maxresdefault-308.jpg)
આમોદ રેવા સુગર નજીક સેન્ટ્રો કારમા આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચથી આમોદ તરફ જતા રેવા સુગર પાસે સેન્ટ્રો કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર સૌ કોઇ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગની ભયાનકતામાં કાર સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ લાગવાની ઘટનાથી ભરૂચ આમોદ વચ્ચે વાહન વ્યવહાર પર કલાકો સુધી અસર થવા પામ્યો હતો. જોકે આ કારમા આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પરંતુ પ્રાથમિક ધોરણે શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે. આગના બનાવમા કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત નોંધાયું નથી