ભરૂચ : કસક ગરનાળાને રીપેરીંગ માટે બંધ કરાતાં ભૃગુઋુષિ બ્રિજ પર ચકકાજામ

New Update
ભરૂચ : કસક ગરનાળાને રીપેરીંગ માટે બંધ કરાતાં ભૃગુઋુષિ બ્રિજ પર ચકકાજામ

ભરૂચના કસક ગરનાળાને રીપેરીંગ માટે ગુરુવારના રોજ બંધ રાખવામાં આવતાં શહેરના ભુગૃઋુષિ બ્રિજ ખાતે ચકકાજામ થઇ ગયો હતો. પીકઅવર્સમાં જ સેંકડો વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાય પડયાં હતાં.

ભરૂચ શહેરના પ્રવેશદ્રાર ગણાતાં કસક ગરનાળાના વર્ષો અગાઉ થયેલા નવીનીકરણ બાદ તેમાંથી ભારદારી વાહનોને પસાર થવા દેવામાં આવતાં નથી. ભારદારી વાહનો ગરનાળામાં ન પ્રવેશી જાય તે માટે બંને છેડા પર લોખંડની એંગલો મારવામાં આવી છે. બે દિવસ પહેલાં ધોળીકુઇ બજાર સાઇડ પર આવેલી લોખંડની રેલીંગ સાથે દુધનો ટેમ્પો અથડાયો હતો જેના કારણે રેલીંગ તુટી ગઇ હતી. રેલીંગના રીપેરીંગ માટે ગુરૂવારના રોજ કસક ગરનાળાને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાયું હતું. કસક ગરનાળુ બંધ થતાં ભુગૃઋુષિ બ્રિજ પર ટ્રાફિકજામ થઇ ગયો હતો. પુર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવવા તથા જવા માટે ભૃગુઋુષિ બ્રિજનો જ વિકલ્પ હોવાથી બ્રિજ પર વાહનોની કતાર લાગી ગઇ હતી. પીકઅવર્સમાં કલાકો સુધી વાહનચાલકો ટ્રાફિકજામમાં અટવાય પડયાં હતાં. એક તરફ નર્મદા નદીમાં આવેલાં પુરને જોવા માટે જતાં લોકોના કારણે શહેરમાં ટ્રાફિક જામ થઇ રહયો છે તેવામાં ગરનાળાને બંધ કરી દેવામાં આવતાં ટ્રાફિકની સમસ્યા વકરી હતી. થોડા વર્ષો અગાઉ પણ ગરનાળાને રીપેરીંગ માટે મહિનાઓ સુધી બંધ રાખવામાં આવ્યુ હતું ત્યારે શહેરીજનોએ ભારે યાતનાઓ વેઠી હતી.

Latest Stories