/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/07173449/maxresdefault-84.jpg)
ભરૂચમાં વસતા ખત્રી સમાજે આ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે તેમના પરંપરાગત તહેવાર કાજરા ચોથની સાદગીપુર્ણ રીતે ઉજવણી કરી હતી.
ભગવાન પરશુરામના ક્રોધથી બચવા માટે ક્ષત્રિય સમાજના લોકોએ હીંગળાજ માતાને વિનંતી કરી હતી. હીંગળાજ માતાજીની વિનંતીથી ક્ષત્રિય સમાજે તેમના હથિયારો ભગવાન પરશુરામને સોંપી દીધાં હતાં. ત્યારબાદ ખત્રી ( ક્ષત્રિય ) સમાજના લોકોએ હિંગળાજ માતાને આજીવિકાનું સાધન આપવા અરજ કરી હતી. જેથી હિંગળાજ માતાએ તેમને હાથવણાટનો વ્યવસાય સોંપ્યો હતો. ત્યારથી ખત્રી સમાજના લોકો દર વર્ષે લોટા અને ચુંદડીમાંથી કાજરાનું પ્રતિક બનાવે છે. આ કાજરાને હીંગળાજ માતાજીના મંદિરના પટાંગણમાં તથા સિંધવાઇ માતાજીના મંદિરના પટાંગણમાં ઝુલાવવામાં આવે છે. દર વર્ષે ધામધુમથી કાજરાને શોભાયાત્રા સ્વરૂપે શહેરમાં ફેરવવામાં આવે છે પણ આ વર્ષે કોરોનાના કહેરના કારણે ખત્રી સમાજના લોકોએ સાદગીપુર્ણ માહોલમાં કાજરા ચોથ ઉજવી હતી.