ભરૂચ : ગણેશ સુગર ફેક્ટરીના સભાસદોએ શેરડીના જાહેર કરાયેલ ભાવ બાબતે સુગર કચેરી ખાતે કર્યો હલ્લાબોલ

ભરૂચ : ગણેશ સુગર ફેક્ટરીના સભાસદોએ શેરડીના જાહેર કરાયેલ ભાવ બાબતે સુગર કચેરી ખાતે કર્યો હલ્લાબોલ
New Update

હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓ દ્વારા શેરડીના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. વાલિયા તાલુકાના વટારીયા ગામે આવેલ ગણેશ સુગર ફેકટરીના સભાસદો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગરના સંચાલકો દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે, જેની સામે સભાસદોનું એક મોટું જૂથ સુગર ફેક્ટરી પર હલ્લાબોલ કર્યો હતો. ભાવ ઓછા રાખવાના કારણો પૂછતા સભાસદોએ જણાવ્યું હતું કે, ગણેશ સુગરમાં સભાસદો સાથે અન્યાય થઇ રહ્યો છે. હાલમાં દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતાં ૨૦૦થી ૫૦૦ રૂપિયા ઓછો ભાવ ગણેશ સુગર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવ્યો છે.

આ મામલે ખેડૂત સભાસદો જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગર ભાવ જાહેર કરી હતી. ત્યારબાદ તેના પછી અન્ય સુગર ફેકટરીઓ ભાવ જાહેર કરતી હતી. હવે એવું તો શું થયું કે, અન્ય સુગર ફેક્ટરી ભાવ જાહેર કર્યા બાદ ગણેશ સુગર તેનો ભાવ જાહેર કરે છે અને તે પણ અન્ય સુગરો કરતાં ૨૫૦ની ૫૦૦ રૂપિયા ભાવ ઓછા જાહેર કરે છે. પહેલા દક્ષિણ ગુજરાતમાં ગણેશ સુગરના ભાવ 1થી 3 નંબરમાં રહેતા હતા, જ્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે, દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેકટરીઓ કરતા સૌથી ઓછો ભાવ ગણેશ સુગરનો હોય છે તેવો આક્ષેપ કર્યો હતો. વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૧માં ઉત્પાદન થયેલી ખાંડ, મોલાસીસ અને બગાસ સુગર દ્વારા શું ભાવે વેચવામાં આવ્યા તેની સામે શું ખર્ચો થયો તે પણ જણાવવું પડશે તેમ તેમણે જણાવ્યું હતું. સુગરના સંચાલકો દ્વારા ખોટા ખર્ચા કરી ખેડૂતોના પૈસા ખાઇ પોતે માલેતુજાર બન્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. ગણેશ સુગર દેવાના ડુંગર નીચે દબાઈ કોઈપણ ભોગે બચાવવી પડશે, જો ગણેશ સુગરના સંચાલકો દ્વારા ખેડૂત સભાસદોના સવાલોના યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો તેમને તેમના ઘરના પગથિયાં બતાવી દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

#Gujarat #Bharuch #Ganesh Sugar Factory
Here are a few more articles:
Read the Next Article