/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/14130915/maxresdefault-160.jpg)
આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં રોજગારી માટે સ્થાયી થયેલાં ગુજરાતીઓ પર વધી રહેલાં હુમલાના વિરોધમાં ભરૂચમાં વસતાં સ્વજનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.આફ્રિકન સરકાર ગુજરાતીઓના રક્ષણ માટે પગલાં નહિ ભરે તો મુંબઇ ખાતે આવેલી આફ્રિકન એમ્બેસીની બહાર ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે.
ભરૂચ સહિત ગુજરાતના અનેક જિલ્લામાંથી હજાર લોકો રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકા તેમજ અન્ય દેશોમાં સ્થાયી થયાં છે. દક્ષિણ આફ્રિકાના મોટાભાગના દેશોના અર્થતંત્રમાં ગુજરાતીઓ મહત્વનો ભાગ ભજવી રહયાં છે. ગુજરાતીઓ માલેતુજાર બન્યાં હોવાથી સ્થાનિક નિગ્રો લુંટારૂઓ તેમને નિશાન બનાવી રહયાં છે. ગુજરાતીઓની દુકાનોમાં ઘુસી જતાં લુંટારૂઓ રીવોલ્વરની અણીએ લુંટ ચલાવી ફરાર થઇ જાય છે. કોઇ વ્યકતિ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરે તો તેને ગોળી મારી દેતાં પણ લુંટારૂઓ અચકાતાં નથી. ગુજરાતીઓ પર વધી રહેલાં હુમલાના બનાવોના કારણે ગુજરાતમાં રહેતાં તેમના સ્વજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે. દક્ષિણ આફ્રિકાની સરકાર તેમના દેશમાં રહેતાં ગુજરાતીઓ અને ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી માંગ સાથે ભરૂચમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આફ્રિકન સરકાર ગુજરાતીઓના રક્ષણ માટે પગલાં નહિ ભરે તો મુંબઇ ખાતે આવેલી આફ્રિકન એમ્બેસીની બહાર ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે