ભરૂચ : “ચેનલ નર્મદા”ના નર્મદા સમાચારે ૮ હજાર એપિસોડ કર્યા પૂર્ણ

New Update
ભરૂચ : “ચેનલ નર્મદા”ના નર્મદા સમાચારે ૮ હજાર એપિસોડ કર્યા પૂર્ણ

ભરૂચ જિલ્લાનું ગૌરવ તેમજ આપની પોતાની ચેનલ “ચેનલ નર્મદા” એ તા. ૨૩મી સપ્ટેમ્બરના રોજ નર્મદા સમાચારના ૮ હજાર એપિસોડ પૂર્ણ કર્યા છે, જે સ્થાનિક દ્રશ્ય શ્રાવ્ય પત્રકારત્વમાં નવો કીર્તિમાન છે.

આપની પોતાની ચેનલ “ચેનલ નર્મદા”એ તાજેતરમાં તારીખ ૨૦ ઓગસ્ટનાં રોજ કાર્ય કાળનાં ૨૧ વર્ષ પૂર્ણ કરી ૨૨માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો હતો, જે બાદ એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ચેનલ નર્મદાનાં નર્મદા સમાચારે તા. ૨૩મી સપ્ટેમ્બરના રોજ ૮ હજાર એપિસોડ પૂર્ણ કર્યા છે.

વર્ષ ૧૯૯૮માં ૨૦મી ઓગસ્ટના રોજ “ચેનલ નર્મદા”ની સ્થાપના થઇ હતી, ત્યારે નર્મદા સમાચારના પ્રારંભ સાથે પ્રથમ એપિસોડ ટેલીકાસ્ટ થયો હતો. આજ દિન સુધી એક પણ દિવસના વિરામ વગર અનેક કપરા સંજોગોમાં નર્મદા સમાચાર અવિરત પ્રસારિત થતા રહ્યા છે. ૨૧ વર્ષની લાંબી સફરમાં સાથ સહકાર આપનાર તમામ કેબલ ઓપરેટર મિત્રો, વિજ્ઞાપનકારો, મિત્રો-શુભેચ્છકો તેમજ દર્શકોનો આભાર વ્યક્ત કરતાં ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર , ઋષિ દવે, હરીશ જોષી તેમજ ચેનલ પરિવારએ આનંદની લાગણી વ્યક્ત કરી છે.

Latest Stories