/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/IMG-20191002-WA0018.jpg)
૨ જી ઓક્ટોબર એટલે ગાંધી જયંતી. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી સ્થિત સાર્વજનિક હાઇસ્કુલ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના ખંડમાં ભેગા થઇ પ્રાર્થના રજુ કરી હતી. નરસિંહ મહેતા રચિત ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજનતો તેને કહીએનું વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક ગાન કરવામાં આવ્યું હતું.
શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સદાચાર, અહિંસા સેવા ગાંધીજીના પ્રેરક પ્રસંગો વિશે માહિતી આપી હતી. શાળાનાં ઉચ્ચ. માધ્યમિક શિક્ષક અને ઇકો કલબના કન્વીનરે સીંગલ-યુઝ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ અંગે પ્રતિજ્ઞા લેવડાવી હતી. સીંગલ-યુઝ પ્લાસ્ટીક પર્યાવરણ માટે સારૂ નથી અને લોકોને સીંગલ-યુઝ પ્લાસ્ટીક પર્યાવરણ માટે ખતરારૂપ હોવાથી તેને નાબુદ કરવા પ્રયત્ન સાથે વિદ્યાર્થીઓમાં આ નિયમ શાળા કક્ષાએથી દ્વઢ થાય અને સમાજમાં તેનું અનુકરણ થાય તે હેતુથી પ્લાસ્ટીક મુક્ત ભારતનો સંકલ્પ લેવડાવ્યો હતો. શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં રસ્તાઓ જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.