ભરૂચના જંબુસરના ટુંડજ ગામની સીમમાં એક સ્થાનિક વ્યક્તિએ વિડીયોગ્રાફી કરવાના હેતુથી ડ્રોન ઉડાડ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, આકાશમાં ડ્રોન ઉડતું જોઈ કેટલાક લોકોમાં અચાનક નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.

બીજી તરફ, સામે આવેલા અન્ય એક વીડિયોમાં કેટલાક લોકો દારૂનું સેવન કરતા કેમેરામાં કેદ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.આકાશમાં ડ્રોન જોતાની સાથે જ કેટલાક લોકો ભાગતા નજરે પડી રહ્યા છે તો વાયરલ થયેલા બીજા વીડિયોમાં લોકો દારૂનું સેવન કરતા હોવાનું પણ લાગી રહ્યું છે