ભરૂચ : જંબુસરમાં વકીલોએ નોંધાવ્યો વિરોધ, દિલ્હી પોલીસે ફાયરિંગ કરી વકીલોને પહોંચાડી હતી ઇજા

New Update
ભરૂચ : જંબુસરમાં વકીલોએ નોંધાવ્યો વિરોધ, દિલ્હી પોલીસે ફાયરિંગ કરી વકીલોને પહોંચાડી હતી ઇજા

ભરૂચ જિલ્લાના જંબુસર પોલીસ

સ્ટેશન ખાતે જંબુસર બાર એસોસિએશન દ્વારા ભેગા મળી ઠરાવ કર્યા બાદ પી.આઈ. બી.એમ.રાઠવાને આવેદન પત્ર પાઠવાયું હતું.

publive-image

દિલ્હી ખાતે ત્રીસ હજારી કોર્ટ કમ્પાઉન્ડમાં પોલીસે

વકીલો સાથે ગેર કાયદેસર રીતે સંઘર્ષ કરી અશાંતિનું વાતાવરણ

ઊભું કર્યું હતું, જેના કારણે

દિલ્હી પોલીસે ફાયરિંગ કરી વકીલોને ઇજા પહોંચાડેલ અને વકીલો વિરુદ્ધ ખોટા સ્ટેટમેન્ટ કરી કાયદાના રક્ષકોને હેરાન

કર્યા હતા. ગુજરાતમાં વકીલો સાથે આવું વર્તન ન થાય અને કાયદાના સ્નાતક, કાયદાના રક્ષકોને ખોટી રીતે સંઘર્ષમાં ઉતરવું ન

પડે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારી ટ્રાફિક પોલીસને સૂચન કરે અને વકીલો સાથેના

સંઘર્ષના બનાવો ન બને તેમજ સરકારને

વકીલો માટે એડવોકેટ પ્રોફેશનલ બિલ બનાવી નવો કાયદો અમલમાં લાવે તેવા વિરોધ સાથે જંબુસર બાર એસોસિએશન સબયો કોર્ટના કામકાજથી અળગા રહી જંબુસર પોલીસ મથકના પી.આઈ. બી.એમ.રાઠવાને આવેદન પત્ર પાઠવ્યું હતું.

Latest Stories