ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

New Update
ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન

કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૧૭-૧૮ના સફળ

સ્નેહમિલન અને વિદ્યાર્થી પ્રોત્સાહન સમારોહ બાદ તૃતીય સ્નેહમિલનનું આયોજન

૧૭.૧૧.૧૯ રવિવારના રોજ  સમાજના આગેવાનો દ્વારા

કરવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં ભરૂચ જિલ્લામાં વસતા તમામ દશનામ ગોસ્વામી

સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા હતા.

publive-image
publive-image
publive-image
publive-image

ભરૂચના ર્ડો. બાબાસાહેબ આંબેડકર ભવન, કલેક્ટર કચેરી પાસે યોજાયેલ આ સ્નેહમિલનમાં સમાજના

પરિવારોના પ્રશ્નો, સમાજનું શિક્ષણ સ્તર

વિગેરે વિષયો પર સૌ ભેગા મળી ચર્ચા કરવામાં આવી હતી. તો ગોસ્વામી સમાજના આ

સ્નેહમિલન કાર્યક્રમમાં ગોસ્વામી સમાજની અને ગુજરાતી ફિલ્મ કલાકાર જીજ્ઞાબેન

ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories