/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/01-1.jpg)
શ્રાવણી પૂનમના દિવસે બ્રાહ્મણો વિધિવત પોતાની જનોઇ બદલે છે. જનોઇ બ્રાહ્મણનું સત્વ ગણાય છે. અને શ્રાવણી પૂનમ એટલે બ્રાહ્મણો માટે યથોપવિત ધારણ કરવાનો દિવસ. યજ્ઞોપવિત એટલે કે જનોઇમાં જનોઇના નવ સુત્રોમાં નવ દેવોનો વાસ મનાય છે.
જનોઇ દ્વારા નવ દેવોને ધારણ કરી તેમના જેવા પવિત્ર બનવાનો સંકલ્પ કરાય છે. ભરૂચના બ્રાહ્મણોએ પણ શ્રાવણી પુનમના દિવસે શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે સામુહિક યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. ભરૂચ જિલ્લામાં શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા માં ગુરુજનો દ્વારા તેમજ ભરૂચ ના ભૂદેવો એ વેદ પરંપરાનું રક્ષણ કરતા જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ૧૦૦ થી વધુ બ્રાહ્મણો એ ભાગ લીધો હતો.
જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ભુદેવોઓએ સવાર થી જ વેદ પાઠશાળાઓ માં જઇ સમૂહ માં ધાર્મિક વિધિ મુજબ સમૂહમાં મંત્રોચ્ચાર સાથે નવી જનોઇ ધારણ કરી નવા ધાર્મિક તહેવારોની શરૂઆત કરી હતી. જેમાં સુતરના દોરા માંથી જનોઇ બનાવી હતી.જે જૂની જનોઇ ને ઉતારી નવી જનોઇ ધારણ કરી રક્ષા બંધન અને નારાયેલી પૂનમ ની ઉજવણી કરી હતી. ભરૂચના રૂગ્વેદી બ્રાહ્મણોએ પણ બાજખેડાવાળની વાડી ખાતે શાસ્ત્રોકત વિધી પ્રમાણે સામુહિક યજ્ઞોપવિત ધારણ કર્યા હતા.