ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી માટે તંત્ર સજ્જ

ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી માટે તંત્ર સજ્જ
New Update

ભરૂચ વિધાનસભાની પાંચ બેઠકોની મતગણતરી તારીખ 18મીને સોમવારનાં રોજ યોજાનાર છે, ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા પણ મતગણતરીને નિર્વિઘ્ને પાર પાડવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પ્રથમ તબક્કામાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાસનભાની બેઠકો માટે મતદાન થયુ હતુ.તારીખ 18મીને સોમવારે મતગણતરી ભરૂચની કે.જે.પોલિટેક્નિક ખાતે યોજાશે, અને તેના માટે તંત્ર પણ સજ્જ થઇ ગયુ છે.

કે.જે.પોલિટેક્નિકમાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર મતગણતરીઓ હાથ ધરવામાં આવશે. એક ટેબલ દીઠ એક માઈક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઈઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઈઝર ફરજ બજાવશે, અને સમગ્ર મતગણતરી જિલ્લા ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેનાં નેતૃત્વમાં યોજાશે.

મતગણતરીની શરૂઆતમાં પ્રથમ બેલેટની ગણતરી કરવામાં આવશે, તયારે બાદ EVM મશીનમાં સીલ મતોની ગણતરી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા મળીને કુલ 1319 મતદાન મથકો પર કુલ 8,24,695 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article