ભરૂચ જિલ્લાનું કુલ 73.01 ટકા મતદાન નોંધાવ્યુ

ભરૂચ જિલ્લાનું કુલ 73.01 ટકા મતદાન નોંધાવ્યુ
New Update

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં EVM અને VVPATમાં ખામીની ફરિયાદોને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયુ હતુ,જેમાં ભરૂચ જિલ્લાનું કુલ 73.01 ટકા મતદાન નોંધાયુ હતુ.

ભરૂચ જિલ્લાની 150 જંબુસર વિધાનસભા પરથી પુરુષ 83054 અને સ્ત્રી મતદારો 72788 મળીને કુલ 155842 જેટલા મતદાન સાથે 70.04 ટકા મતદાન નોંધાયુ હતુ, જ્યારે 151 વાગરા વિધાનસભામાં પુરુષ મતદારો 79798 અને સ્ત્રી મતદાર 72392 મળીને કુલ 152190 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 76.67 ટકા જેટલું જંગી મતદાન નોંધાયું હતું.publive-imageઆ ઉપરાંત 152 ઝઘડિયા વિધાનસભા બેઠક માટે પુરુષ મતદારો 99109 અને સ્ત્રી મતદારો 89215 મળીને કુલ 188324 મતદારોએ લોકશાહીનો ધર્મ નિભાવતા 81.08 ટકા મતદાન નોંધાયુ હતુ. જયારે 155 ભરૂચ વિધાનસભા પર પુરુષ મતદારો 89930 અને સ્ત્રી મતદારો 81460 અને અન્ય 2 સાથે કુલ 171932 મતદારોએ ઉમેદવારોનાં ભાવિ EVMમાં સીલ કરતા 67.13 મતદાનની ટકાવારી નોંધાય છે.તેમજ 154 અંકલેશ્વર વિધાનસભા બેઠક પર પુરુષ 84292 અને સ્ત્રી મતદારો 72654 તેમજ અન્ય 1 મળીને કુલ 156947 મતદારોએ મતદાન કરતા કુલ 71.01 ટકા મતદાન નોંધાયુ હતુ.

આમ ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કુલ 8,24,695 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા જિલ્લાનું કુલ 73.01 ટકા મતદાન નોંધાયું હતુ.

#Gujarat Election 2017
Here are a few more articles:
Read the Next Article