ભરૂચ : જીમ અને યોગા કલાસીસ થયા શરૂ, દરેક બેચ પછી સાધનો કરવા પડશે સેનીટાઇઝ

New Update
ભરૂચ : જીમ અને યોગા કલાસીસ થયા શરૂ, દરેક બેચ પછી સાધનો કરવા પડશે સેનીટાઇઝ

ભરૂચ શહેરમાં છેલ્લા ચાર મહીનાથી બંધ હાલતમાં રહેલા જીમ અને યોગા કલાસીસ ફરી શરૂ થયાં છે જો કે પ્રથમ દિવસે જીમમાં કસરતબાજોની પાંખી હાજરી જોવા મળી હતી.

કોરોનાની મહામારીના કારણે છેલ્લા 4 મહિનાથી જિમ અને યોગા ક્લાસ બંધ રહ્યા હતા. ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ પાંચમી ઓગષ્ટથી જીમ અને યોગા ક્લાસિસ ખોલવામાં આવ્યા છે. સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને ભરૂચમાં જીમ ખુલ્યાં છે. જીમ અને યોગા ક્લાસિસમાં પ્રવેશ કરતા પહેલા દરેક વ્યકતિને સેનિટાઈઝ કરવામાં આવશે તેમજ દરેકે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું ફરજીયાત રહેશે. એક સાધનનો એક વખત ઉપયોગ કર્યા બાદ તેને સેનિટાઈઝ કરવામાં આવશે. જીમમાં કરસતના એક સાધન પર અનેક લોકો કસરત કરતાં હોવાથી કોરોનાના સંક્રમણનો ખતરો સૌથી વધારે રહેલો છે આવા સંજોગોમાં કોરોના વાયરસને ફેલાતો રોકવો એ જીમ અને યોગા કલાસીસના સંચાલકો માટે પડકાર બની રહેશે.

Latest Stories