ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ

New Update
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મહિલા પખવાડિયા દિવસની કરવામાં આવેલ હતી. જેમાં પોલીસ અધિક્ષક રાજેન્દ્દ્રસિંહ ચુડાસમા, નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.નાયકના માર્ગદર્શન હેઠળ મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરવાની થતી હોય તે અંતર્ગત સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ કવાર્ટસ ખાતે સ્થળ ઉપર થતી મહિલાઓનું જાતીય શોષણ (અટકાવ, પ્રતિબંધ, નિવારણ) વિષય ઉપર સેમીનાર રાખવામાં આવેલ હતો.publive-imageજેમાં તજજ્ઞ તરીકે ચિન્મયી જોષી (સેજલ)ઈસાર સંસ્થા - અમદાવાદનાઓએ મહિલાઓને જાતીય સતામણી શું છે? શારીરિક સ્પર્શ, છેડછાડ, કામના સ્થળ પર શોષણ, અશ્લીલતા, સ્ત્રીભૃણહત્યા વિગેરે વિષયો પર સમજ આપવામાં આવેલ અને આ પ્રકારનું વર્તન થાય તો કોને ફરીયાદ કરવી તે સમજ આપવામાં આવી હતી તેમજ પોલીસ બેઈઝ સપોર્ટ સેન્ટર દ્વારા મહિલાલક્ષી વિવિધ સેવા જેવીકે મહિલાઓને ફોનપર માર્ગદર્શન, હિસાંના સંજોગોમાં તાત્કાલિક બચાવ, ટુંકા તથા લાબા ગાળાનું કાઉન્સેલીંગ, મહિલાલક્ષી માળખાઓ અને યોજનાઓની માહિતી આપવામાં આવેલ હતી.

Latest Stories