ભરૂચ : ઝઘડીયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં થયો ગેસ લીકેજ, કામદારોમાં મચી નાસભાગ

New Update
ભરૂચ : ઝઘડીયા GIDCની આરતી ઇન્ડસ્ટ્રીઝમાં થયો ગેસ લીકેજ, કામદારોમાં મચી નાસભાગ

ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના P-55 પ્લાન્ટમાં એકાએક ગેસ લીક થતાં કંપનીના કામદારોમાં ભારે નાસભાગ મચી હતી.

મળતી માહિતી અનુસાર, ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝના ઇડ્રોજન પ્લાન્ટની બાજુમાં આવેલા P-55 પ્લાન્ટમાં T4DCA નામનો ગેસ લીક થતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ ઝઘડીયા જીઆઈડીસી ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 2 વોટર બાઉઝરની મદદથી ગેસ લીકેજ પર કાબુ મેળવવવા કવાયત હાથ ધરાઇ હતી. જોકે ફાયર ફાઈટરોએ ગણતરીના કલાકોમાંગેસ લીકેજની સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધો હતો. જોકે ધુમાડા ગોટેગોટા જીઆઇડીસી વિસ્તારમાં પ્રસરી જતા લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર બનાવમાં કોઈ નુકશાની કે, જાનહાની નહિ નોંધાતા તંત્ર અને કંપની સત્તાધીશોએ રાહતનો શ્વાશ લીધો હતો.

Latest Stories