ભરૂચ : ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ મેદાનમાં

New Update
ભરૂચ : ટ્રાફિકના નવા નિયમોનું પાલન કરાવવા ટ્રાફિક પોલીસ મેદાનમાં

ભરૂચ સહિત સમગ્ર રાજયમાં સોમવારથી ટ્રાફિકના નવા નિયમોનો અમલ શરૂ થયો છે. સવારથી વિવિધ વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધરી નિયમોનું પાલન નહિ કરનારા વાહનચાલકોને મેમા ફટકાર્યા હતાં.

છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકના નવા નિયમોનો મુદો ચર્ચાની એરણે ચઢયો છે. આખરે સોમવારના રોજથી નવા નિયમોનું અમલીકરણ શરૂ કરી દેવાયું છે. ભરૂચ શહેરમાં સવારથી વિવિધ પોઇન્ટ પર પોલીસે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. પાંચબત્તી, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પોલીસે વાહનોને અટકાવી હેલ્મેટ તથા દસ્તાવેજોની તપાસ કરતાં વાહનચાલકોમાં દોડધામ જોવા મળી હતી. કેટલાય વાહનચાલકો પોલીસથી બચતા જોવા મળ્યાં હતાં. હેલ્મેટ નહિ પહેરનારાઓ તથા નિયમોનું પાલન નહિ કરનારાઓને મેમા ફટકારવામાં આવ્યાં હતાં. કેટલાય વાહનચાલકો દંડથી બચવા માટે હેલમેટ પહેરીને નીકળ્યાં હતાં.

Latest Stories