ભરૂચ તાલુકાના ઝંઘારમાં ગાંધી જયંતિની ઉજવણી

New Update
ભરૂચ તાલુકાના ઝંઘારમાં ગાંધી જયંતિની ઉજવણી

ભરૂચ તાલુકાના ઝંઘાર ગામમાં સંભવ એજયુકેશન સેન્ટરના ઉપક્રમે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. સેન્ટરના વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધીજીના જીવન કવન વિશે માહિતી પુરી પાડી હતી તથા ગાંધીજીના વિચારોને જીવંત કરતી કૃતિઓ રજૂ કરી હતી.

અગ્રણીઓ મફતભાઇ તથા સી.એમ. બોરીચા તરફથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સેન્ટરના માર્ગદર્શક અને ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક ડૉ. રામચંદ્ર પરમાર, મીરીન્ડા ટુલ્સના ગીરીશ ખાંભુ સહિતના મહેમાનોએ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરક બળ પુરૂ પાડયું હતું.

Latest Stories