ભરૂચ :  નર્મદાનું રૌદ્ર સ્વરૂપ પણ યુવાનો લઇ રહયાં છે જીવનું જોખમ  

New Update
ભરૂચ :  નર્મદાનું રૌદ્ર સ્વરૂપ પણ યુવાનો લઇ રહયાં છે જીવનું જોખમ  

ભરૂચમાં નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવતાં યુવાનોનો વીડીયો વાઇરલ થયો છે. થોડા સમય પહેલા ગીર પંથકમાં ધસમસતી વહેતી નદીમાં સીદી યુવાનો છલાંગ લગાવતાં હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. બે દિવસમાં વધુ એક વીડીયો વાઇરલ થયો છે અને આ વીડીયો ભરૂચના દત્ત મંદિરનો હોવાનું કહેવાઇ રહયું છે.

નર્મદાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે યુવાનો નદીમાં છલાંગ મારી રહયાં છે. આ યુવાનો તરવૈયા હોય તેમ લાગી રહયું છે પણ આવું જોખમ લેવું યોગ્ય ન ગણી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે ગત મહિને નર્મદા નદીની સપાટી 30 ફૂટ સુધી પહોંચી હતી ત્યારે પણ દશાશ્વમેઘ ઘાટનો એક વીડીયો વાઇરલ થયો હતો. જેમાં પણ યુવાનો નદીમાં છલાંગ લગાવતા નજરે પડયાં હતાં.

Latest Stories