/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-232.jpg)
હાલ વરસાદી માહોલ માં વીજ કરંટ લાગવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ભરૂચ ના સતત લોકોના રહેણાંક વિસ્તાર અને તેમા એ નાના બાળકો ના બગીચા પાસે ટ્રાન્સફોર્મર મુકવામાં આવતા તેમાંથી કરંટ ઉતરવાના કારણે બે કાગડાઓ ના મોત નિપજતા કોઈ નિર્દોષ વ્યક્તિઓ ના જીવ ન જાય તે માટે સ્થાનિકો એ હોબાળો મચાવી ટ્રાન્સફોર્મર દૂર કરવાની માંગ કરી હતી.
સતત લોકો થી ભરચક વિસ્તાર અને જ્યાં નાના બાળકો રમવા આવી રહ્યા છે. તેવા નવી વસાહત ના બગીચા અને વરસાદી કાંસ પાસે વીજ કપંની દ્વારા રાતોરાત ટ્રાન્સફોર્મર મૂકી દેવામાં આવતા સવારે ટ્રાન્સફોર્મર માં વીજ કરંટ ઉતરવાના કારણે બે કાગડાઓ ના મોત નીપજવા પામ્યા હતાં.જેથી સ્થાનિકો માં ભારે ભય ઉભો થયો છે.જો કે જે સ્થળે ટ્રાન્સફોર્મર મુકવામાં આવેલું છે તે જગ્યાએ લગોલગ ભરૂચ નગર પાલિકા સંચાલિત બગીચો હોય તેમાં સ્થાનિક રહીશો ના નાના બાળકો રમત રમવા પણ આવી રહ્યા છે. ત્યારે તાજેતર માં મુકવામાં આવેલ વીજ કં ટ્રાન્સફોર્મર બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવા સાથે ભારે હોબાળો મચાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ટ્રાન્સફોર્મર દૂર કરવાની માંગણી સાથે પાલિકા માં રજૂઆત કરી તો પાલિકાએ પણ હાથ ઊંચા કરી ટ્રાન્સફોર્મર દૂર કરવાની જવાબદારી વીજ કંપનીની હોવાનું જણાવતા સ્થાનિક રહીશોએ જીઈબીમાં રજૂઆત કરી હતી.પણ તેઓ દ્વારા પણ કોઈ યોગ્ય જવાબ ન આપતા ટ્રાન્સફોર્મરને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.જો કોઈ નિર્દોષ જીવ ગુમાવશે તો તેનો જવાબદાર કોણ?તેવા પ્રશ્ન ને લઈ લોકો હાલ માં ભય ના ઓઠાર હેઠળ જીવી રહ્યા છે.રહિશો દ્વારા આવનાર દિવસોમાં આ વિજ ટ્રાન્સફોર્મર દૂર નહીં કરાઈ તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઇ હતી.