ભરૂચ : પડતર માંગણીઓ સંદર્ભમાં આશાવર્કર અને ફેસીલીએટર બહેનોના દેખાવો

New Update
ભરૂચ : પડતર માંગણીઓ સંદર્ભમાં આશાવર્કર અને ફેસીલીએટર બહેનોના દેખાવો

સીટ સંકલીત ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન અને ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયનના આદેશથી પાંચમી તારીખે તમામ જીલ્લાઓમાં તમામ આંગણવાડી- આશા અને ફેસીલીએટર બહેનો, રાષ્ટ્રવ્યાપી માંગણી દિવસનાં ભાગરૂપે ધરણાં તથા રેલી- આવેદન પત્રો આપવાનો કાર્યકમ આપવામાં આવ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાની બહેનોએ પણ જોડાઇને કલેકટર કચેરીની બહાર દેખાવો યોજી આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, આંગણવાડી બહેનોના ભથ્થામાં કરાયેલા વધારાની રકમ હજી સુધી ચુકવવામાં આવી નથી. ગુજરાતના ગામડે ગામડે અને શહેરની ગરીબ વસ્તીમાં કુપોષણ સામે કામ કરતી આંગણવાડી બહેનો તથા આરોગ્ય સેવા પુરી પાડતી બહેનો પાસેથી ૮૦ હજારનો પગાર મેળવતા સરકારી નોકરીયાત કરતા પણ વધુ કામગીરી લેવાતી હોવા છતાં, તદન નજીવુ માનદવેતન તથા નજીવું કામગીરીનું વળતર ચૂકવાય છે. આંધ્ર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, જેવા રાજયોમાં પણ આંગણવાડી અને આશા વર્કરોને માસીક રૂપિયા 10 હજારનું વેતનચુકવવામાં આવે છે.

આ ઉપરાંત આંગણવાડીઓને મોબાઈલ ફોન આપવાની જાહેરાતો કરી છે. ગણપતિ ઉત્સવ તથા મહોરમ જેવા તહેવારોમાં રવિવારની રજાઓ રદ કરી છે. રોજ સવારે ૯ થી સાંજે પ સુધીનાં કાર્યક્રમો ઉજવણી જાહેર કરેલ છે. પરંતુ ખાટલે મોટી ખોટ છે જે બાબતે સરકાર નિરૂત્સાહી છે, આંગણવાડીમાં બાળકોને અપાતા આહાર માટે, હકીકતે ખાનગી કંપની પાસેથી લાખ્ખોની ખરીદી કરીને તૈયાર પેકેટો અપાય છે. જે ઢોર પણ ખાઈ શક્તા નથી. આ ઉપરાંત અન્ય પડતર માંગણીઓની રજૂઆત આવેદનપત્રમાં કરાઇ છે.

Latest Stories