ભરૂચ : પરણિત પ્રેમિકાએ પ્રેમી સાથે સંબંધ તોડવાનું બનાવ્યું મન, જુઓ પછી શું થયું ?

New Update
ભરૂચ : પરણિત પ્રેમિકાએ પ્રેમી સાથે સંબંધ તોડવાનું બનાવ્યું મન, જુઓ પછી શું થયું ?

ભરૂચના મકતમપુરના સેફાયર એપાર્ટમેન્ટ નજીક મહિલા અને પુરૂષના મૃતદેહ મળી આવવાની ઘટનાનો પોલીસે ભેદ ઉકેલી નાંખ્યો છે. પરણિત પ્રેમિકાએ સંબંધ તોડી નાંખવાની ઇચ્છા વ્યકત કરતાં તેના પ્રેમીએ તેની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

ભરૂચ શહેરના નર્મદા નદીના કિનારે મકતમપુર પાસે આવેલી અવાવરૂ જગ્યામાંથી એક મહિલા અને પુરૂષના લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતાં. બનાવની જાણ થતાં સી ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને મોબાઇલ ફોન, લેડીઝ પર્સ અને ચપ્પુ મળી આવ્યું હતું. મૃતકોની ઓળખ રૂંગટા સ્કુલની પાછળ આવેલી પૃથ્વી કોટન મિલની ચાલમાં રહેતી અલકા રાઠોડ અને તુલસી સોલંકી તરીકે થઇ હતી. અલકા પરણિત હતી અને તેને બે સંતાનો છે. અલકા રાઠોડને તેની સામેના ઘરે રહેતાં તુલસી સોલંકી સાથે પ્રેમ સંબંધ હતો. અલકાએ પ્રેમ સંબંધ તોડી નાંખવાની વાત કરતાં તુલસીએ તેની હત્યાનો પ્લાન ઘડી નાંખ્યો હતો. મંગળવારે અલકાને મળવા માટે બોલાવ્યાં બાદ તેને સેફાયર એપાર્ટમેન્ટ પાસે આવેલી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. જયાં તેણે ચપ્પુના ઘા મારી અલકા રાઠોડની હત્યા કરી નાંખી હતી. અલકાની હત્યા કર્યા બાદ તુલસીએ પણ પોતાના શરીરે ચપ્પુના ઘા મારી આપઘાત કરી લીધો હતો. પ્રેમના ખૂની અંજામ માટે તુલસીએ સવારે ચપ્પુ અને દાતરડાની ખરીદી કરી હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં ખુલી છે. પ્રેમી તથા પ્રેમિકાના મોત થઇ જતાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે.

Latest Stories