/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/09150204/vcbv-1.jpg)
ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૭
માં વિવિધ કામોનું જેની અંદાજીત રકમ રૂ.૯૩ લાખના ખર્ચે બનનાર રોડ તથા અંડર
ગ્રાઉન્ડ ગટરનું ખાત મહુર્ત ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના વરદ હસ્તે કરવામાં
આવ્યું હતું.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. ૭માં કલરવ સ્કુલ પાસેથી દાંડિયા બજાર મચ્છી માર્કેટ સુધી નો આ.સી.સી. ટ્રીમીક્ષ રોડ તથા અંડર ગ્રાઉન્ડ બોક્ષ ગટર બનાવવા સાથે,ભરૂચ ડેપો લકી સોડાથી કલરવ સ્કુલને જોડતો આ.સી.સી.ટ્રીમીક્ષ રોડ તથા અંડર ગ્રાઉન્ડ બોક્ષ ગટર બનાવવા અને ભીમાશંકર મહાદેવના મંદિર થી દાંડિયા બજારને જોડતો રસ્તો આ.સી.સી.ટ્રીમીક્ષ રોડ તથા અંડર ગ્રાઉન્ડ બોક્ષ ગટર બનાવવા સાથેના કામોનો સમાવેશ કરાયો છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ,નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા,વોર્ડના સભ્ય અજય રાણા, બાબુ વસાવા,પારૂલબેન કાયસ્થ,શહેર પ્રમુખ ધનજી ગોહિલ,શહેર મહામંત્રી જતિન શાહ,કાર્યકર્તાઓ,તથા સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા.