ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે લોકરક્ષકનું દીક્ષાંત સમારોહ યોજાયો

New Update
ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે  લોકરક્ષકનું  દીક્ષાંત સમારોહ યોજાયો

ભરૂચ પોલીસ હેડ કવાટર્સ ખાતે બિન હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓ ને બેઝીક તાલીમ આપવામાં આવી હતી જેમનો દીક્ષાંત સમારોહ ઉજવાયો હતો.તારીખ ૧૨/૬/૧૭ થી ચાલું થયેલ તાલીમ તારીખ ૧૫/3/૧૮ ના રોજ પુરી થયેલ હતી.જેમાં ભરૂચ જિલ્લાના ૧૮૦ તેમજ છોટાઉદેપુર જિલ્લા ના ૮૩ મળી કુલ ૨૬૩ જેટલા બિન હથિયારી લોકરક્ષકની આઠ માસની ટ્રેનિંગ પુરી કરી હતી.

આ ટ્રેનિંગ દામિયાં તાલીમાર્થીઓને ઇન્ડોર અને ઓઉટડોર ની ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેનું દીક્ષાંત પરેડ સમારોહ રેન્જ આઈ.જી અભય ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં તેમને ટ્રેનિંગ પુરી કરનાર તાલીમાર્થીઓને પોલીસ તરીકેના શપથ લેવડાવ્યા હતાં.

તાલીમાર્થીઓએ પાસિંગ પરેડ પણ કરી હતી.અને ટ્રેનિંગ દરમ્યાન સારી કામગીરી કરનારને આઈ.જીના હસ્તે પ્રમાણપત્ર સાથે ટ્રોફી પણ આપવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંહ,હેડ કવાટર્સ ડી. વાય. એસ.પી શુકલા,ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી,દિવ્યેશ પટેલ,ધી બોમ્બે પટેલ વેલ્ફર હોસ્પિટલના ટ્રસ્ટી મહોમ્મદ ફાંસીવાળા,ડો. સુકેતું દવે સહિત મોટી સાંખ્યમાં આમંત્રિત મહેમાનો અને તાલીમ પુરી કરનાર તાલીમાર્થીઓના પરિવાર જનો મોટી સાંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતાં

Latest Stories