New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-22-at-12.09.09-PM.jpeg)
સાંપ્રત સમયમાં પર્યાવરણનું જતન કરવું ખુબ જરૂરી બની ગયું છે અને તેના માટે આપણે સૌએ જાગૃત બનવું પડશે. પર્યાવરણની જાળવણી માટે જન જાગૃતિ લાવવા માટે ભરૂચની નર્મદા કેરોલેક્સ સ્કૂલ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલ પર વોલ પેન્ટિંગ કર્યું હતું. વૃક્ષ બચાવો,પાણી બચાવો જેવા વિષયનો ભીત ચિત્રોમાં આવરી લેવાયાં હતાં. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં. શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષોની જરૂરીયાત છે તેમજ વિવિધ વસ્તુઓથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા લોકોને જાગૃત કરવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે
Latest Stories