/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/vb.jpg)
ભરૂચ જિલ્લામાંથી પસાર થનારી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન ગુમાવનાર ખેડૂતોએ એવોર્ડ સંપત્તિ નહીં કરતા યોગ્ય વળતર નહીં ચૂકવવાની તંત્રની તેરી સામે ફરીથી રજૂઆત કરી છે.
જંત્રી મુજબના ભાવ આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી. જો સરકાર જંત્રી મુજબ વળતર આપવા તૈયારી દાખવે તો ખેડૂતોએ એવોર્ડ કરવાની પણ તૈયારી દાખવી હતી. જો આ બાબતે યોગ્ય નિર્ણય જાહેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનના મંડાણ થાય તેવા એંધાણ સર્જાય તેમ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ જિલ્લામાંથી ૨૧ ગામના ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન ગુમાવી છે. કેન્દ્રની મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન યોજનામાં જમીન ગુમાવનાર ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોએ તેમની જમીનના વળતર સંદર્ભે ફરી એક વખત ભરૂચ જિલ્લા કલેકટરને રજૂઆત કરી યોગ્ય વળતર આપવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું.