/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/vbv-1.jpg)
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા લકઝરી બસ ચોરીના બે ગુના ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.ચોરીમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી તેની વધુ પુછપરછ હાથધરવામાં આવી છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/vlcsnap-4844-07-25-06h59m05s377.jpg)
ભરૂચ એસ.પી. રાજેન્દ્રસિહ ચુડાસમાનાઓની સુચના અને માર્ગદર્શન આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગના ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર બારીઆ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો વાહનચોરીના બનાવો અટકાવવા માટે ખંતપુર્વક પ્રયત્નો હાથધર્યા હતા જેમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી છે.થોડા સમય અગાઉ પ્રદીપ શ્રીકૃષ્ણ તિવારીની સરયુ કોલોની સામે પાર્ક કરેલ લકઝરી બસની ઉઠાંતરી થઈ હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/vlcsnap-1464-09-09-19h45m05s016.jpg)
આ ગુનામાં સંડોવાયેલા આરોપી અને ભરૂચની સ્ટર્લીંગ પાર્ક સોસાયટીમાં રહેતા ફારૂક અદેસીંગ રાણાને ઝડપી લેવાયો છે.પોલીસે તેની પાસેથી ચોરીમાં ગયેલ લકઝરી રીકવર કરી છે.આરોપીની ધનિષ્ઠ પુછપરછ કરતાં ઉપરાંત એક વર્ષ ઉપર ચોરીમાં ગયેલ લકઝરી બસના મુળ નંબર GJ-16-Z- 5767 ની ઉપર નંબર પ્લેટ GJ-01-XX-9989 લગાડી તેમજ બસને મોડીફાઇડ કરી ઓળખાઇ નહિ તે રીતે ભરૂચ જીલ્લામાં ૯ માસ સુધી ફેરવેલ હતી.ત્યારબાદ બાલાશિનોરના હાર્દિક પ્રજાપતિને બસની નંબર પ્લેટ કાઢી વગર નંબરની વેચેલ હતી. ત્યારબાદ હાર્દિક પ્રજાપતિએ તેનો ધંધો ટ્રાવેલ્સનો હોય તેણે આ બસને અલગથી મોડીફાઇડ કરી બસ ઉપર GJ-07-VV- 9596 ની નંબર પ્લેટ લગાડી છેલ્લા એક માસ ઉપરથી ફેરવતો હતો. જે લકઝરી નબર GJ-16-Z- 6767 ની કિં.રૂપિયા૧૬,૦૦.૦૦૦/ નો ભેદ ઉકલવામાં આવેલ છે. લકઝરી બસ પણ રીકવર કરવામાં આવેલ છે.