ભરૂચ: બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં મળી બીજી સફળતા

New Update
ભરૂચ: બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પીનલ પરમારને દસ દિવસમાં મળી બીજી સફળતા

દક્ષિણ ગુજરાતની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા

બોડી બિલ્ડીંગની ક્ષેત્રમાં આગળ વધતી ભરૂચની એક માત્ર યુવતીને દસ દિવસના ગાળમાં બીજી મોટી સફળતા મળી છે. થોડા દિવસ પહેલા ગુજરાત કક્ષાની સ્પર્ધામાં પીનલ પરમારે બીજો નંબર મેળવ્યો હતો. માત્ર પાંચ દિવસના ટુંકા ગાળામાં જ તેણે બીજી મોટી સિધ્ધી હસ્તગત કરી છે. વાપી ખાતે યોજાયેલી દક્ષિણ ગુજરાતની ચેમ્પીયનશીપમાં પીનલ પરમારે પહેલો ક્રમાંક મેળવ્યો છે.

આખા ગુજરાતમાં બીજો અને સાઉથ ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવી તેણે ભરૂચ જિલ્લાનુ અને તેના પરિવારનું ગૌરવ વધાર્યુ છે.મેળવનાર પીનલ આ ઉદાહરણ ભરૂચની પીનલ અરૂણભાઈ પરમારે ખડુ કર્યુ છે. ૨૭ જાન્યુઆરીના રોજ વડોદરા ખાતે સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોશીએશન ગુજરાત દ્વારા મેન ફીજીક/ વુમન ફીજીક ચેમ્પીયનશીપનું આયોજન થયુ હતું. જેમાં સૌ પ્રથમવાર ભરૂચની પીનલ પરમારે બાજી મારી હતી. ત્યારબાદ ગત રવિવારે વાપીના વીઆઈ હોલ ખાતે હર્ક્યુલસ જીમના માલિક અને સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડના જનરલ સેક્રેટરી અસ્ફાક રાણા દ્વારા દ્વારા સેકન્ડ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે એફ.સી.જી કંપનીના ડિરેક્ટર દિલીપભાઈ પટેલ ,નવીનભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ, ચેતનભાઈ પાથરે,પ્રકાશભાઈ ભદ્રા, સતીષભાઈ પટેલ ,સમાજમાં વ્યસનમુક્તિ અને ફિટનેશ માટે જાગૃતિ વધે તે હેતુ માટે યોજાયેલી આ સ્પર્ધામાં પીનલ પરમારે પણ ભાગ લીધો હતો. જેમાં મહિલા કેટગરીમાં પીનલ પરમારે પ્રથમ ક્રમાંક મેળવી પાંચ દિવસમાં બીજી વાર પોતાનો કમાલ દેખાડ્યો હતો.

ભરૂચ અને હવે આખા ગુજરાતમાં યુવતીઓ માટે બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં પ્રેરણારૂપ બનનાર પીનલ પરમારને આયોજકો અને અન્ય સ્પર્ધકોએ અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત પીનલે આવી સ્પર્ધાઓનું આયોજન કરી નવા લોકોને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ પુરૂ પાડનાર હરર્ક્યુલસ જિમના અસ્ફાક રાણાને અભિનંદન પાઠવ્યા હતાં. અસ્ફાક રાણા પણ પોતે બોડિબિલ્ડિગ ચેમ્પીયનશીપમાં માસ્ટર મિસ્ટર ઇન્ડિયા રનર્સ અપ અને પાંચ વર્ષ મિસ્ટર ગુજરાત રહ્યા છે.

Latest Stories