/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/03212107/maxresdefault-39.jpg)
ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં ભાભીના પ્રેમમાં પડેલા દીયરે પોતાના ભાઈ આડી ખીલ્લી સમાન હોવાને કારણે તેની હત્યા કરી નાંખી હોવાનો ચોકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. એક મહિના બાદ હત્યાની જાણ થતાં નર્મદા માર્કેટની અવાવરૂ જગ્યાએ દાટી દેવામાં આવેલાં ભાઇના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સોન તલાવડી વિસ્તારમાં રહેતી મંજુબેન વાઘ સાથે તેના દિયરની આંખ મળી ગઈ હતી જેના પગલે ઘણી વખત દિયર સંજય ભાભીને જણાવતો હતો કે તું તારા પતિને છોડી દે મારી પત્ની બનીને મારા ઘરે આવી જા પરંતુ મંજુબેન દિયર સાથે જવા તૈયાર ન હતી જેના કારણે મંજુબેન વાઘ ને પામવા માટે તેના દિયર સંજયભાઈ મંગાભાઈ દેવીપુજક (વસાવા) રહેવાસી સોન તલાવડીના એ મફતભાઈ ને પૈસા આપવાના બહાને તારીખ ૨૬મી જુલાઇ ના રોજ તેના ઘરે બોલાવી રાત્રી દરમિયાન તિક્ષ્ણ હથિયારથી મફતભાઈની હત્યા કરી મૃતદેહને નર્મદા માર્કેટની અવાવરું જગ્યાએ જમીનમાં દાટી દીધો હતો. પતિ ઘરે નહિ આવતાં મંજુબેને તેની શોધખોળ શરૂ કરી હતી. દશામાની જાગરણના દિવસે મંજુબેન પોતાના ઘરેણા વેચવા માટે પાદરા ગયાં હતાં. જયાં તેમને દીયર સંજયભાઈ દેવીપુજક (વસાવા) મંજુબેનને મળ્યો હતો અને તેને જણાવ્યું હતું કે તારા પતિની હત્યા કરી નાંખી છે હવે તું મારી પત્ની બની જા જેથી મંજુબેન ભરૂચ આવી ગયાં હતાં અને એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આરોપી સંજયની ધરપકડ કરી આકરી પુછપરછ કરતાં તેણે ગુનાની કબુલાત કરી હતી. પોલીસે મામલતદારની હાજરીમાં નર્મદા માર્કેટની અવાવરૂ જગ્યામાં ખોદકામ કરી મફતભાઇનો મૃતદેહ બહાર કાઢયો હતો. બનાવની વધુ તપાસ એ ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.