/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/9e769c99-3cad-4d05-a6bf-406fecff4d03.jpg)
રાજયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની નમામી દેવી નર્મદા મહોત્સવના રૂપે ઉજવણી કરવામાં આવી હતી. ઉપરવાસમાંથી ભરપુર માત્રામાં પાણી આવતાં નર્મદા ડેમ 138.68 મીટરની પુર્ણ સપાટી સુધી ભરાઇ ચુકયો છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/09/748efbc2-1369-452e-a3c9-9cd9a323b1c4-1024x768.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયામાં નર્મદાના નીરના વધામણા કર્યા હતાં જયારે રાજયમાં અન્ય સ્થળોએ પણ કાર્યક્રમો યોજાયાં હતાં. ભરૂચમાં માતરીયા તળાવ ખાતે નમામી દેવી નર્મદા મહોત્સવ અન્વયે નર્મદાના નીરના વધામણા કરાયાં હતાં.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/09/b2471d25-6017-4bdb-8d3b-e0fe35f7b595-1024x768.jpg)
જેમાં રાજ્યના આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિ અમીન, ધારાસભ્યો દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, કલેકટર એમ.ડી. મોડીયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહયાં હતાં.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/09/b3232926-809f-4dd9-8cea-c7fcdabbaf5c-1024x768.jpg)
અત્રે ઉલ્લેનીય છે કે, માતરીયા યોજનાનું ભૂમિપૂજન અને લોકાર્પણ નરેન્દ્ર મોદી રાજયના મુખ્યમંત્રી હતાં ત્યારે કરવામાં આવ્યુ હતું. નર્મદાની અમલેશ્વર બ્રાંચ કેનાલના પાણી માતરીયા તળાવમાં લાવી તેને શુધ્ધ કરી લોકોના ઘરો સુધી પહોંચાડવામાં આવે છે.