ભરૂચ: માનવસાંકળ રચી પ્લાસ્ટિક મુક્ત ભારત બને તે અર્થે લોકોમાં જાગૃતિ લાવવાનો કરાયો પ્રયાસ

New Update
ભરૂચ: માનવસાંકળ રચી પ્લાસ્ટિક મુક્ત ભારત બને તે અર્થે લોકોમાં જાગૃતિ લાવવાનો કરાયો પ્રયાસ

ગાંધી જયંતિ નિમિતે મણીબા ચુનીલાલ સંસ્કાર વિદ્યા ભવન, ઝાડેશ્વર સંચાલિત Interact તથા Earlyact ક્લબના સભ્યો અને વિધ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા "સિંગલ યુઝ પ્લાસ્ટિક"નો ઉપયોગ ઘટાડવા અર્થે દેશવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સંસ્કાર વિદ્યા ભવન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગ આઇનોક્સથી તુલસીધામ સુધી માનવસાંકળ રચી પોસ્ટર્સ તેમજ બેનર ઉપર વિવિધ સૂત્રોચ્ચાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત બને તે અર્થે લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે વોલ પેઇન્ટિંગ કરી ટ્રેન મારફતે આવતા જતાં મુસાફરોને પેપર બેગનું વિતરણ કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Latest Stories