New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/03150209/maxresdefault-27.jpg)
ભરૂચ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સુરક્ષાને ધ્યાનમાં રાખી ડેવલપમેન્ટ સપોર્ટ ટીમ તરફથી માસ્ક તેમજ સેનીટાઇઝરનું વિતરણ કરાયું હતું.
ભરૂચમાં કાર્યરત ડેવલપમેન્ટ સપોર્ટ ટીમ દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે પોલીસ જવાનોને રાખડી બાંધીને તેમનું સન્માન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીમાં લોકોની વચ્ચે જઈ પોતાના જીવના જોખમે કામ કરી રહેલા પોલીસ કર્મીઓને સુરક્ષા પ્રદાન કરતા માસ્ક અને સેનીટાઈઝર વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓ ફરજ દરમિયાન કોરોના સંક્રમણથી દુર રહે તેવા ઉમદા આશયથી રક્ષાબંધનની ઉજવણી કરાય હતી.
Latest Stories