ભરૂચ : રાજપારડી ખાતે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સફાઇ અભિયાન હાથ ધરાયું

New Update
ભરૂચ : રાજપારડી ખાતે ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે સફાઇ અભિયાન હાથ ધરાયું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા રાજપારડી ગામની તમામ શાળાઓના શિક્ષકો, વિધ્યાર્થીઓ, પંચાયતના સભ્યો અને ગામના ઉત્સાહી નાગરિકો તેમજ આશાવર્કર બહેનો મળી રાજપારડી નગરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઇ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા.

રાજપારડીની ડિ.પી. શાહ વિદ્યામંદિર, પાણીની પ્રજ્ઞા સ્કૂલ, નૂરાની હાઈસ્કૂલ, કુમાર શાળા, કન્યા શાળાના વિધ્યાર્થીઓ અને શિક્ષકો, રાજપારડી પંચાયતનો સ્ટાફ, આશાવર્કર બહેનો, મેડિકલ સ્ટાફ તથા ગામના નાગરિકો દ્વારા રાજપારડી નગરને સ્વચ્છ બનાવવા પ્રતિજ્ઞા લઈ સાફ સફાઇ કરવામાં આવી હતી, જેમાં રાજપારડી બજાર, ગામની તમામ શેરીઓ સહિત તમામ શાળાઓમાં સફાઇ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

૨ જી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજપારડી પંચાયત અને તમામ શાળાઓ મળી રાજપારડી ચોકડીથી સફાઇ અભિયાન જાગૃતતા લાવવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે રાજપારડી પંચાયત દ્વારા નગરમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરવા થેલીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જે કોઈ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરશે તેને પંચાયત દ્વારા દંડ ફટકારવામાં આવશે તેવી નોટિસો જાહેર કરવામાં આવી હતી.

Latest Stories