New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/vvvvv.jpg)
સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ રેલવે સ્ટેશન ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સભ્યો તેમજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા હાજર રહયાં હતાં.
રેલ્વેના અધિકારીઓ તેમજ રેલવે સફાઈ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાઇને પ્લાસ્ટિક ન વાપરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન ને લગતા ચિત્ર દોરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.
Latest Stories