New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/gfhgfh.jpg)
ભરૂચમાં લઘુમતી સમાજની ચાર જેટલી યુવતીઓને અન્ય કોમના યુવાનો લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાના આક્ષેપ સાથે લઘુમતી સમાજે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર લઘુમતી સમાજની ચાર યુવતીઓને અન્ય સમાજના યુવાનો દ્વારા ખોટી રીતે પટાવી ફોસલાવને ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં આવા ચાર કિસ્સાઓ સામે આવી ચુકયાં છે. આ તમામ કિસ્સાઓમાં યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગણી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તરફથી કરવામાં આવી છે. આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી થાય તેવી પણ લાગણી વ્યકત કરી હતી.
Latest Stories