ભરૂચ : લોકડાઉનમાં પડી ભાંગેલા ઉદ્યોગોને ફરી બેઠા કરાશે, જુઓ સરકાર કેવી રીતે કરશે મદદ

New Update
ભરૂચ : લોકડાઉનમાં પડી ભાંગેલા ઉદ્યોગોને ફરી બેઠા કરાશે, જુઓ સરકાર કેવી રીતે કરશે મદદ

કોરોના વાયરસની મહામારીના કારણે માર્ચ મહિનાથી લોકડાઉન અમલમાં આવ્યું હતું. આ લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થા પર વિપરિત અસર પડી છે ત્યારે ઉદ્યોગોને બેઠા કરવા રાજય સરકારે આત્મનિર્ભર ગુજરાત હેઠળ જીઆઇડીસીના પેકેજની જાહેરાત કરી છે.

લોકડાઉન બાદ રાજયના અર્થતંત્રને પાટા પર લાવવા માટે આત્મનિર્ભર ગુજરાત હેઠળ વિવિધ સહાયની જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગો માટે જીઆઇડીસી તરફથી કેટલીક રાહતો ઉદ્યોગોને આપવામાં આવશે. જેમાં ટાઇમ સેટલમેન્ટ યોજના, વણવપરાશી દંડ  ન વસુલ કરવો, માર્ચ તથા જુન માસના હપ્તાની ચુકવણીનો સમયગાળો વધારવો, નવી ફાળવણી અન્વયે કરવાના થતાં ડાઉન પેમેન્ટની મુદત વધારવી, ફાળવણી દરની સમીક્ષા સ્થગિત કરવી, નિગમના લ્હેણા પરના વ્યાજદરમાં ઘટાડો કરવો, જીઆઇડીસીના ફાળવણીદારોને મિલકતનો વપરાશ શરૂ કરવા માટે મોરેટોરિયમ પીરીયડ એક વર્ષ વધારવો,  31 માર્ચ સુધીમાં વપરાશ શરૂ કરનારા વપરાશદારોની સમય મર્યાદા વધારવી, 3 હજાર ચોરસ મીટર સુધીના પ્લોટની ફાળવણીની મંજુરી પધ્ધતિમાં સરળીકરણ, અનસેચ્યુરેટેડ વસાહતોમાં લગત પ્લોટની ફાળવણી વધારાના પ્રિમિયમ વગર વિતરણ કિમંતથી કરવા, પાણી વપરાશના બિલોની ચુકવણીમાં સમય મર્યાદા વધારવા, બે વર્ષ કરતાં વધુ સમયથી બંધ ઉદ્યોગોને પુન: જીવીત કરવા માટે વણવપરાશી દંડ અને ટ્રાન્સફર ફીમાં રાહત આપવા સહિતની બાબતનો સમાવેશ થવા જાય છે.

Latest Stories