ભરૂચ લોકસભા બેઠક ઉપર સતત છઠ્ઠી વખત ભજપામાંથી મનસુખભાઇ વસાવાએ કરી ઉમેદવારી, ભર્યું ફોર્મ

ભરૂચ લોકસભા બેઠક ઉપર સતત છઠ્ઠી વખત ભજપામાંથી મનસુખભાઇ વસાવાએ કરી ઉમેદવારી, ભર્યું ફોર્મ
New Update
  • શહેર કાર્યાલય્થી વાજતે ગાજતે રેલી કાઢી કલેકટર કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું.
  • ભરૂચની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે કર્યું પૂજન અર્ચન.
  • ઋષિ કુમારો અને બ્રાહ્મણોના લીધા આશીર્વાદ લીધા.

ભરૂચ લોક્સભા બેઠક પર સતત છઠ્ઠી વખત ભાજપ માંથી મનસખભાઇ વસાવાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. સ્ટેચ્યુ પાર્ક ખાતે શહેર કાર્યાલયના ઉદ્દ્ધાટન બાદ જિલ્લાના મોવડીઓ સાથે રેલિ કાઢી વાજતેગાજતે કલેકટર કચેરી ખાતે પહોંચી મનસુખભાઇએ જિલ્લા કલેકરટરને પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું હતું. ઉમેદવારી નોંધાવતા સાથે મનસુખભાઇ વસાવાએ પોતાના વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

લોકસભા ચૂંટણી-૨૦૧૯ માટે ભાજપે ચૂંટણી જાહેરાતના ગણતરીના સમયમાંજ પોતાના ઉમેદવાર તરીકે છઠ્ઠી વખત મનસુખભાઇ વસાવાને મેદાને ઉતાર્યા છે.સાથે ભાજપે દબદભાભેર ચૂંટણી પ્રચારનો પ્રારંભ પણ કરી દીધો છે. જ્યારે કોંગ્રેસ માંથી હજી પણ ઉમેદવાર જાહેર કરાયો નથી. ઉમેદવાર કોણ હશે તેનું રહસ્ય પણ હજી અકબંધ છે. તેવા સંજોગોમાં ભાજ્પમાંથી મનસુખભાઇ વસાવાએ પરિવાર સાથે ઘરે પૂંજન બાદ રાજપીપળા ખાતે માતા હસસિધ્ધિના આશિર્વાદ લઈ ભરૂચ આવ્યા હતા. બાદમાં તેમણે ભરૂચની નર્મદા સંસ્કૃતા વેદ પાઠશાળા ખાતે પૂંજન કરી ઋષિકુમારો અને બ્રાહ્મણોના આશીર્વાદ લઈને વાજતે ગાજતે જંગી રેલી કાઢી હતી. જેમાં આદિવાસી નૃત્યએ સૌમાં આકર્ષણ જમાવ્યું હતું.

આજરોજ સવારે ૧૧.૦૦ કલાકે મનસુખભાઇ વસાવાએ ભાજપાના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર,લોકસભા મતદાન વિસ્તારના પ્રભારી પ્રફૂલ્લભાઇ પાનસેરિયા, જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ,નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઇ દેસાઇ, મંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા ધારાસભ્યો દુષ્યંતભાઇ પટેલ અને અરૂણસિંહ રણા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં સ્ટેચ્યુ પાર્ક સામે જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યું હતું.ત્યારબાદ ખુલ્લી જીપમાં બેસી વિશાળ રેલી કાઢી વાજતે ગાજતે તેઓ જિલ્લા કલેકટરાલય ખાતે પહોંચ્યા હતા.જયાં તેમણે વિધિવત જિલ્લા કલેકટરને ઉમેદવરી પત્ર આપી સતત છઠ્ઠી વખત પોતાની ઉમેદવારી નોંધાવી પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ કનેકટ ગુજરાત સાથેની વાતચિતમાં તેમણે કહ્યું કે, બી.ટી.પી.આવે, કોંગ્રેસ આવે કે બંન્નેવ ભેગા થઈને આવે આ વખતે ભાજપાના કાર્યકરોનો મિઝાજ અને ભાજપ સરકારના કામો જોઇ અમે બે લાખ જેટલા મતોથી જીતવાના છે.અમારી જીત નિશ્ચિત છે.

Here are a few more articles:
Read the Next Article