ભરૂચના વાગરા તાલુકાના ચાંચવેલ ગામમાં શ્વાને એક બાળક પર હુમલો કરી મોઢા પર બચકાં ભરતાં ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે રખડતા શ્વાનો ના આતંક અને નાગરિકોની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે.

મહિલા પોતાના બાળકને ઘરના આગણમા મૂકી આગણની સફાઈ કરી રહી હતી અને બાજુમાં બેસાડેલા બાળક પર શ્વાન દ્વારા હુમલો કરાયો હતો.આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. હુમલો થતા જ માતા દોડી આવી હતી અને ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.રખડતા શ્વાનના આતંકના કારણે ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
