/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/gh.jpg)
વડોદરાથી શિરડી જતી ભવ્ય સાંઈબાબાની રથયાત્રા તેમજ પદયાત્રીઓનું વાલિયામાં આગમન થતા વાલિયા નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરા સ્થિત દાંડિયાબજાર વિસ્તારમાં સાંઈ સેવા સમિતિ દ્વારા કાકાસાહેબ ટેકરીથી સાંઈબાબાની ભવ્ય પ્રતિમા સાથે શિરડી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે જલારામ સોસાયટીમાં
શિરડી પદયાત્રાનું આગમન થતા વાલિયા નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
હતું. સાંઈ સેવા સમિતિ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી પદયાત્રા કાઢવામાં આવે છે. આ
પદયાત્રા ૧૧ દિવસમાં પૂર્ણ થાય છે. આશરે આઠ વર્ષથી ત્રીજી રાત્રનું મુકામ વાલિયાની
જલારામ સોસાયટીમાં આગમન થતા સાંજની આરતી કરી માહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.
વાલિયા તાલુકાના દેશાડ, સોડગામ સહિતના વિવિધ ગામોમાંથી
સાંઈબાબાની પ્રતિમા સાથે આગમન થતા મોટી સંખ્યામાં ગ્રામજનો દર્શન કરવા માટે ઉમટી
પડ્યા હતા.